group-telegram.com/AmcSarthi/3790
Create:
Last Update:
Last Update:
Current Affairs MCQ'S
Q.1. 2025ની સિનસિનાટી ઓપન કોણે જીત્યો?
(A) ઈગા સ્વિયાટેક
(B) આરિના સબાલેન્કા
(C) નાઓમી ઓસાકા
(D) જાસ્મીન પાઓલિની
Answer: (A) ઈગા સ્વિયાટેક
Explanation: પોલેન્ડની ટેનિસ સ્ટાર ઈગા સ્વિયાટેકે ઇટાલીની જાસ્મીન પાઓલિનીને હરાવીને પોતાનો 24મો કારકિર્દીનો ખિતાબ જીત્યો.
---
Q.2. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ કોને મળ્યો?
(A) મણિકા વિશ્વકર્મા
(B) હરનાઝ સંધુ
(C) માન્યા સિંહ
(D) રાશી શર્મા
Answer: (A) મણિકા વિશ્વકર્મા
Explanation: ગંગાનગર (રાજસ્થાન) ની મણિકા વિશ્વકર્માએ જયપુરમાં યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા બની અને હવે તે થાઈલેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
---
Q.3. ભારતીય ફિલ્મ મહોત્સવ 2025 ક્યા દેશમાં યોજાયો?
(A) જાપાન
(B) શ્રીલંકા
(C) નેપાળ
(D) મલેશિયા
Answer: (B) શ્રીલંકા
Explanation: શ્રીલંકાની ઇસ્ટર્ન યુનિવર્સિટી (ટ્રિકોમાલી) ખાતે 6 દિવસીય ભારતીય ફિલ્મ મહોત્સવ યોજાયો, જે સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા માટે હતો.
---
Q.4. રશિયા 2034-36 દરમિયાન કયું મિશન લોન્ચ કરશે?
(A) લુના-M
(B) વેનેરા-D
(C) સ્પુટનિક-X
(D) મંગલ-M
Answer: (B) વેનેરા-D
Explanation: રશિયાનું વેનેરા-D મિશન શુક્ર ગ્રહ માટે હશે, જેમાં લેન્ડર, ઓર્બિટર અને બલૂન પ્રોબ શામેલ થશે.
---
Q.5. ભારત પોતાનું સ્પેસ સ્ટેશન કયા વર્ષ સુધીમાં બનાવશે?
(A) 2030
(B) 2032
(C) 2035
(D) 2040
Answer: (C) 2035
Explanation: ભારત સરકારે જાહેરાત કરી છે કે 2035 સુધીમાં પોતાનું અવકાશ મથક બનાવશે અને 2040 સુધી ચંદ્ર પર માનવ યાત્રા મોકલશે.
---
Q.6. SBI દ્વારા અગ્નિવીરો માટે શરૂ કરાયેલી લોન યોજનામાં મહત્તમ કેટલા રૂપિયા મળશે?
(A) ₹2 લાખ
(B) ₹3 લાખ
(C) ₹4 લાખ
(D) ₹5 લાખ
Answer: (C) ₹4 લાખ
Explanation: SBI એ અગ્નિવીરો માટે 4 લાખ રૂપિયા સુધીની કોલેટરલ-મુક્ત લોન યોજના શરૂ કરી છે, વ્યાજદર માત્ર 10.50% છે.
---
Q.7. તાજેતરમા વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ 2025 ક્યા શહેરમાં યોજાઈ?
(A) ટોક્યો
(B) બેઇજિંગ
(C) સિંગાપુર
(D) સિયોલ
Answer: (B) બેઇજિંગ
Explanation: બેઇજિંગમાં યોજાયેલી આ પ્રથમ વૈશ્વિક રોબોટ સ્પર્ધામાં 16 દેશોના 500થી વધુ રોબોટ્સે ભાગ લીધો.
---
Q.8. ઓગસ્ટ 2025માં વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી કેટલા રૂપિયા ઉપાડી લીધા?
(A) ₹10,975 કરોડ
(B) ₹15,875 કરોડ
(C) ₹20,975 કરોડ
(D) ₹25,975 કરોડ
Answer: (C) ₹20,975 કરોડ
Explanation: ઓગસ્ટ 2025માં વિદેશી રોકાણકારોએ ઈક્વિટીમાંથી ₹20,975 કરોડ ઉપાડ્યા જ્યારે દેવા બજારમાં ₹4,469 કરોડનું રોકાણ કર્યું.
---
Q.9. હાલમાં આસામ રાઇફલ્સે કઈ સંસ્થા સાથે ડ્રોન ટેકનોલોજી માટે MoU કર્યું?
(A) IIT દિલ્હી
(B) IIIT મણિપુર
(C) DRDO
(D) HAL
Answer: (B) IIIT મણિપુર
Explanation: આસામ રાઇફલ્સે IIIT મણિપુર સાથે કરાર કર્યો જેનો હેતુ સંરક્ષણ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો છે.
---
Q.10. જુલાઈ 2025માં ભારતનો બેરોજગારી દર કેટલો નોંધાયો?
(A) 5.5%
(B) 5.2%
(C) 5.7%
(D) 6.0%
Answer: (B) 5.2%
Explanation: MoSPI ના PLES અહેવાલ મુજબ, જુલાઈ 2025માં ભારતનો બેરોજગારી દર ઘટીને 5.2% રહ્યો, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રોજગાર વધ્યો.
https://www.group-telegram.com/us/AmcSarthi.com
BY Gyan Sarthi CA
Warning: Undefined variable $i in /var/www/group-telegram/post.php on line 260
Share with your friend now:
group-telegram.com/AmcSarthi/3790