Telegram Group Search
CMO Gujarat

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે આગામી સમયમાં રાજ્યમાં આયોજિત થનાર ‘Vibrant Gujarat Regional Conferences’નો લોન્ચ કાર્યક્રમ રાજ્યના મંત્રીશ્રીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસના લોગો, ડેલિગેટ્સ અને પાર્ટિસિપન્ટ્સ માટે તૈયાર કરાયેલ યૂઝર ફ્રેન્ડલી વેબસાઇટ અને મોબાઇલ એપ તેમજ બ્રોશરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે, કે આગામી સમયમાં ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એમ કુલ ચાર રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. પ્રત્યેક કોન્ફરન્સમાં રિજનલ સ્ટ્રેન્થ અનુસાર સેક્ટર્સને પ્રાધાન્ય આપવામાં આવશે, જેમાં B2B અને B2G મિટિંગો, MSME ઉદ્યમીઓને પોતાના વિચારો રજૂ કરવાની તક મળે તે માટે પણ ઉદ્યમી મેળાના આયોજન ઉપરાંત વાઈબ્રન્ટ ‘ગુજરાત, વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ અંતર્ગત જિલ્લા સ્તરે એક દિવસીય કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.
#VGRC2025
#VibrantGujarat
CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિને નવી દિશા આપી છે. તેમણે ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે થયેલ MoUને રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ અને ડેવલપમેન્ટ માટેના પોઝિટીવ એપ્રોચનું પરિણામ ગણાવી ઉમેર્યું હતું કે, આ MoU રાજ્યની ટુરિઝમ લેગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટેનો મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની ગુજરાત ફિલ્મિંગ ઇન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસીનો સંદર્ભ આપી દેશ-વિદેશના રોકાણકારો માટે 'બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ' બનેલ ગુજરાત હવે 'બેસ્ટ એન્ટરટેઇન્મેંટ ઇન્વેસ્ટમેન્ટ' માટે પણ માનીતું ડેસ્ટિનેશન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#FilmfareAwards2025
CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવવાના વિઝન સાથે વર્ષ 2003માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. તેમણે ઇલેક્ટ્રોનિક, સેમિકન્ડક્ટર, સ્પેસ, ડિફેન્સ, મેડિકલ ડિવાઇસિસ, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક મોબાઇલિટી જેવા ક્ષેત્રોમાં ભારતને આત્મનિર્ભરતા સાથે વર્લ્ડ લીડર બનાવવાની નેમ વ્યક્ત કરી, આ કોન્ફરન્સને વિકાસમાં નિર્ણાયક ભૂમિકા નિભાવનાર અને જિલ્લા અનુરૂપ વિકાસ માટે ગેમ ચેન્જર ગણાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના નિર્માણમાં આ કોન્ફરન્સિસ રાજ્યના વિવિધ ઉદ્યોગોને ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ના ધ્યેય સાથે અગ્રેસર રાખવામાં મહત્વનું પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#VGRC2025
#VibrantGujarat
CMO Gujarat

મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ CG Semi કંપનીના સાણંદ ખાતેના સ્ટેટ-ઓફ-ધ-આર્ટ પ્લાન્ટની મુલાકાત લઈ સેમિકન્ડક્ટર એસેમ્બલીની પ્રક્રિયા તેમજ તેના વિવિધ પાસાઓની રસપૂર્વક જાણકારી પ્રાપ્ત કરી હતી.
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સાણંદ ખાતે CG Semi કંપનીની અદ્યતન Outsourced Semiconductor Assembly and Test (OSAT) ફેસિલિટીનો ‘પ્રારંભ’ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ગુજરાતની યાત્રામાં સીમાચિહ્નરૂપ આજના અવસરે જણાવ્યું હતું કે, ભારત સરકારની મંજૂરી બાદ એક વર્ષથી પણ ઓછા સમયમાં શરૂ થવા જઈ રહેલ આ પ્લાન્ટની શરૂઆતથી આવનાર વર્ષોમાં ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગ્લોબલ લીડર બનવામાં મદદ મળશે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય હોવાનું ગૌરવ વ્યક્ત કરી, બેસ્ટ લોજિસ્ટિક ફેસિલિટીઝ અને પોલિસી ડ્રિવન ગવર્નન્સના કારણે ગુજરાત ‘બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન’ બન્યું હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ કરી, આત્મનિર્ભરતા થકી વિકસિત ભારત માટે વિકસિત...

View original post
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના વિકાસ થકી આંતરરાષ્ટ્રીય સ્તરના રમતોત્સવના યજમાન બનવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
CMO Gujarat

LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સાણંદ ખાતે CG Semi કંપનીની OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન. https://twitter.com/i/broadcasts/1PlJQOWMnMZKE
2025/08/29 20:57:50
Back to Top
HTML Embed Code: