group-telegram.com/gyansarthiofficial/32016
Last Update:
, "AFTER / BEFORE"
🤔 શું આફટર બિફોર ની #રીલ્સ બનાવવા માટે ગુજરાતનું #પ્રસાશનતંત્ર છે ?
🤔શું રીલ્સ બનાવવા થી ગુંડાતત્વો / લુખ્ખાતત્વો કે અસમાજિક તત્વો ઉપર આનાથી કંટ્રોલ આવે છે ખરા !?
🤔શું પ્રસાશનતંત્ર પ્રજાને ખુશ કરવા કે મજા કરાવવા માટે છે ?
🤔શું રીલ્સ બનાવવા થી કાયદો વ્યવસ્થા જાળવશે ?
🤔શું આફટર બિફોર ની રીલ્સ બનાવવાથી લુખ્ખાગીરી કરનાર માં કોઈ પરિવર્તન આવે છે ખરા ?
📌તો પુરાવા સાથે જવાબ સ્પષ્ટ "ના" છે.👇
થોડા દિવસ પહેલા 03 માર્ચ 2025 ના રોજ મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ બાસપા (તા: સમી, જી: પાટણ ) ખાતે કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી (જયુ ઠાકોર) વર્ગખંડમાં ફોન સાથે લઈ જાય છે એટલું નહીં, ચાલુ પરીક્ષા દરમિયાન ઈન્સ્ટાગ્રામ માં રીલ પણ બનાવે અને બિન્દાસ અપલોડ કરે છે તેની માહિતી આપતી ટ્વીટ અમો દ્વારા કરવામાં આવેલ હતી અને એના અન્ય ઈન્સ્ટાગ્રામ વિડિઓ પણ હતા જે મીડિયા મિત્રો મારફત પોલીસને આપવામાં આવેલ, પોલીસે પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરી માફીનામુ લખાવ્યું પછી ઈન્સ્ટાગ્રામ માંથી એક બાઈકની રીલ શોધી BEFORE AFTER ની પોલીસે રીલ બનાવી વાઇરલ કરી....
અહીંયા પ્રશ્ન એ થાય છે કે શું " #BEFORE_AFTER " ની રીલ બનાવવાથી કોઈ બદલાવ આવ્યો ? શું તે વ્યક્તિમાં (જયુ ઠાકોર) કોઈ વૈચારિક પરિવર્તન પણ આવ્યું ? શું તે સુધરી ગયો આવું કરવાથી ?
📌તો પણ પુરાવા સાથે જવાબ સ્પષ્ટ "ના" જ છે.👇
B/A ની રીલ બનાવ્યા બાદ આ જ વ્યક્તિએ ન્યૂઝ માં આવેલ મેટર ને કટ કરીને એમાં ડાયલોગ સેટ કરીને અન્ય રીલ બનાવી એટલું જ નહીં, જેના માટે માફી માંગી હતી તેવા અન્ય સ્ટંટ કરીને ફરી રીલ બનાવી પોલીસની તેમજ કાયદો વ્યવસ્થાની જ મજાક બનાવે છે.
👉🏼 એના માટે તો આ "#ફેમસ થવાનું કે #છવાયા જવાનું" માધ્યમ બની ગયું.
👉🏼 અઠવાડિયા ની એક રીલ મૂકતો વ્યક્તિ પોલીસની B/A રીલ બાદ દિવસની 2-2 રીલ મૂકવા લાગ્યો.
👇વીડિયો 1 - પાટણ પોલીસ ની AFTER BEFORE રીLS
👇વીડિયો 2-3-4 - A/B રીલ્સ બનાવ્યા બાદની રીલ્સ
🤔છે કોઈ પછતાવો કે ડર ?
👉🏼પોલીસ એવું માનતી હોય કે BEFORE AFTER ની રીલ બનાવવાથી કોઈ બદલાવ આવે છે તે આ જોઈ લે કે મનોરંજન સિવાય આ બીજું કશું જ નથી. આવું કરવાથી તો છપરી લોકોને વધારે પ્રોત્સાહન મળે છે.
પોલીસ પણ વિચારે કે નેતાઓની જેમ
👉🏼 હેડલાઇન મેનેજમેન્ટ કરવાથી શું સાબિત કરવા માંગો છો ?
👉🏼 કોઈ લુખ્ખાતત્વો માં ડર પેદા થયો ?
👉🏼 આંતક રોકવા રીલ બનાવશો ?
👉🏼 આ રીતે નાગરિકને સુરક્ષિત બનાવશો ?
આ કોઈ એક વિસ્તારની ઘટના નહીં, દરેક જગાએ આવું જ છે.
📌સર્વ વિદિત એક વાત છે "#રીલ્સ_કે_વરઘોડો" પણ ફક્ત ને ફક્ત નાના અને ગરીબ માણસોનો જ નીકળે છે, જોયું ક્યારેય કોઈ પેપર લીકેજ માફિયા, ખનીજ માફિયા, બળાત્કારી,વ્યાજ માફિયા, આંતક ફેલાવનારઓ ને પ્રોટેક્શન આપનાર નેતાઓ નો "#રીલ્સ_કે_વરઘોડો" નીકળ્યો ?
🤔કૌભાંડીઓ કે લુખ્ખાગિરી કરનારને પ્રોટેક્શન આપનારની રીલ ક્યારેય કેમ ન બની ?
👉🏼 ગુંડાઓ કે લુખ્ખાઓના #લિસ્ટ_બનાવવા કરતા તેને આશ્રય આપનાર કે છાવરનારા કે સમર્થન કરતા નેતાઓનું લિસ્ટ બનાવો અને એમને જેલ ભેગા કરો તો લુખ્ખાગીરીનું ઝડપથી નિરાકરણ આવશે.
💥પોલીસ વિભાગ મનોરંજન કે છવાયા જવા માટેનો વિભાગ નથી.
💥રીલ નો જવાબ રીલ ન હોય તે સામાન્ય વાત સમજવી જોઈએ.
https://x.com/YAJadeja/status/1902230599500492998?t=D7FXZLcnJJTB1xI6UdLyVw&s=35
BY જ્ઞાન સારથિ
Warning: Undefined variable $i in /var/www/group-telegram/post.php on line 260
Share with your friend now:
group-telegram.com/gyansarthiofficial/32016